સૌરાષ્ટ્રના શાહજહાં – વાઘજી ઠાકોર

રાજાશાહી યુગના મોરબીના રાજવી વાઘજી ઠાકોરને સૌરાષ્ટ્રના શાહજહાં એટલા માટે કહીશું કે તેઓ ભવ્યતા, કલા, સુંદરતાના અને સ્થાપત્યના ચાહક હતા. મોરબીના ઇતિહાસવિદ મહેન્દ્રભાઈ દવેના જણાવ્યા મુજબ તેઓ ૧લી જાન્યુઆરી, ૧૮૯૭ના રોજ મોરબીના રાજવી તરીકે આરૃઢ થયા હતા. તેમની સહાયથી ગુજરાતની પ્રથમ નાટક મંડળી “આર્ય સુબોધ નાટક કંપની”ની મોરબીમાં સ્થાપના થઈ હતી. એણે અનેક વાર વિદેશપ્રવાસો કર્યા હતા. પ્રગતિશીલ વિચારસરણીના તેઓ શાસક હતા. એ જમાનામાં મોરબી નગર સ્વચ્છ, સોહામણું શહેર હતું. પ્રજાને ઘેરબેઠા નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળતું હતું. ચાર લાખના ખર્ચે તેમણે મચ્છુ નદી પર પુલ બંધાવ્યો હતો. આ પુલ મચ્છુ નદીના બંને કાંઠાઓને સાંકળતો હોવાથી પ્રજાજનોની સુવિધામાં અનેક ગણો વધારો થયો હતો. પુલની શોભા વધારવા ઠાકોરે યુરોપમાં આખલાનાં પૂતળાં બનાવરાવ્યાં હતાં. જે નકોર કાંસામાંથી બન્યાં છે. પુલના બીજા છેડે યુરોપમાં બનાવેલા ઘોડાનાં પૂતળાંને મુકાવ્યાં હતાં. ઈટાલીથી ચિત્રકારને તેડાવીને રાજમહેલમાં સારાં ચિત્રો તેની પાસે દોરાવ્યાં હતાં.

ઠાકોર ફ્રાન્સ ગયેલા ત્યારે પેરિસ શહેરનો એફિલ ટાવર જોઈ એટલા બધા પ્રભાવિત થયેલા કે આવો ટાવર મોરબીમાં બનાવવા ઇચ્છતા હતા. એ પછી ઈ.સ. ૧૮૮૮માં મોરબીની મુખ્ય બજારમાં એક દરવાજો બનાવી તેના પર લોખંડનો ટાવર બંધાવ્યો હતો.
Source by: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=159330






http://www.morbilive.com | www.ahmedabadlive.com | www.jewellerygujarat.com | www.ideakaguru.com | www.freemydownload.com

Popularity: 33% [?]